પરિષદવૃત્ત: સમાચાર

માર્ચ -૨૦૧૮

માર્ચ

  • આગામી કાર્યક્રમો

  • ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ તથા શ્રી રાજસોભાગ સત્સંગમંડળના સંયુક્ત ઉપક્રમે તા. ૪ અને ૫ નવેમ્બર, ૨૦૧૭ના રોજ એક વિરલ સાહિત્યપરિસંવાદનું આયોજન થયું હતું. આ આયોજન શ્રીમદ્ રાજચંદ્રની ૧૫૦મી જન્મજયંતીના વર્ષની ઉજવણીના ભાગ રૂપે સાયલા મુકામે શ્રી રાજસોભાગ આશ્રમ ખાતે થયું હતું. તા. ૪ના રોજ સત્રના પ્રથમ દિવસે સવારે ૧૦-૦૦ ક્લાકે શ્રી ચંદ્રકાન્ત ટોપીવાળાના અધ્યક્ષસ્થાને ઉદ્ઘાટન બેઠકનો આરંભ થયો હતો. પૂ. ભાઈશ્રી નલિનભાઈ કોઠારી દ્વારા દીપપ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. તેમણે આ તકે મંગલભાવ પ્રગટ કરતું ઉબોધન કર્યું હતું. શ્રીમતી મીનળબહેન શાહે આવકારવચનો કહ્યાં હતાં. આ પ્રથમ બેઠકમાં સર્વશ્રી પ્રફુલ્લ રાવલ અને રાજેન્દ્ર પટેલે અનુક્રમે “શ્રીમદ્ રાજચંદ્રની જીવનકળા” તથા “શ્રીમદ્જીનું સાહિત્યસર્જન અને પદ્ય/ગદ્યની વિશેષતાઓ' વિષયો પર વક્તવ્યો આપ્યાં હતાં. અધ્યક્ષીય ઉદ્બોધનમાં શ્રી ટોપીવાળાસાહેબે “શ્રીમદ્રની કવિતાપ્રવૃત્તિને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં જોઈ તપાસી હતી. “અર્વાચીન કવિતા (સુંદરમ્)માંથી અવતરણ ટાંકીને શ્રીમદ્જીની કવિતાને સદષ્ટાંત તપાસી હતી. અને તેમનું ભાષા કર્મ કેવું છે તે સમજાવ્યું હતું. દલપતરામ કવિનો શ્રીમદ્ પર પડેલો પ્રભાવ સરસ છે તેમ નોંધ્યું હતું. બેઠકનું સંચાલન શ્રી ચંદ્રકાન્ત વ્યાસે કર્યું હતું. સમગ્ર . બેઠક અભ્યાસલક્ષી રહી હતી અને વધુ અભ્યાસ પ્રતિ રાહ ચીંધનારી હતી.
  • પરિસંવાદની બીજી બેઠકનો પ્રારંભ પ્રથમ દિવસે બપોરે ર-૩૦ કલાકે થયો હતો. આ બેઠકના અધ્યક્ષશ્રી રઘુવીર ચૌધરી હતા. બેઠકનું સંચાલન શ્રી યોગેશ જોષી કરવાના હતા, પરંતુ તેમની અનુપસ્થિતિના કારણે અધ્યક્ષશ્રીએ એ કાર્યભાર સંભાળ્યો હતો. વક્તાઓ હતા, સર્વશ્રી લાભશંકર પુરોહિત, નિરંજન રાજ્યગુરુ અને નાથાલાલ ગોહિલ. તેઓએ અનુક્રમે “શ્રીમદ્જીની આધ્યાત્મિક સાધનાગતિ', “શ્રીમદ્ રાજચંદ્રનાં અધ્યાત્મપદો” અને “શ્રીમદ્ રાજચંદ્રજીના તત્ત્વવિચાર' વિષયો પર વ્યાખ્યાનો આપ્યાં હતાં. વ્યાખ્યાન આપતી વખતે નિરંજન રાજયગુરુએ તથા લાભશંકર પુરોહિતે સુંદર ગાન દ્વારા શ્રીમદ્જીની તથા અન્ય સંતોની વાણીનો મધુર આસ્વાદ કરાવ્યો હતો. સંચાલન દરમિયાન તથા અધ્યક્ષીય ઉબોધન સમયે શ્રી રઘુવીર ચૌધરીએ કહ્યું કે “મૂળ વાત સ્વાધ્યાયની હતી. આયોજન સ્વાધ્યાયલક્ષી છે. આ બેઠક આસ્વાદ્ય અને સ્મરણીય રહી. આ તકે રઘુવીરભાઈએ વિક્રમભાઈ તથા મિનલબહેનને પુસ્તક ભેટ આપ્યાં હતાં તે અંગે ઉલ્લેખ કરતાં કહ્યું કે તેમાં ભારત અને બાહુબલિની વાત છે. અહિંસાની તેમાં વાત છે. રાત્રે મનોરંજન-કાર્યક્રમનું આયોજન થયું હતું.
  • વધુ વાંચો... માર્ચ -૨૦૧૮


  • ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તત્તા અંગે જાહેર નિવેદન
  • ગ્રંથવિહાર : 'ગ્રંથવિહાર' એ ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત પુસ્તકવેચાણ કેન્દ્રનું નામ છે. પરિષદ પરિસરમાં બીજા પ્રકાશકોનાં સાહિત્યિક પુસ્તકો પણ ઉપલબ્ધ થાય એ આશય છે.
  • ચી.મ.ગ્રંથાલય: પુસ્તકો રિન્યુ કરાવવા માટે એડ્રેસ પર ઈમેલ કરવી. સાથે પુસ્તક નંબર, પુસ્તક પરત તારીખ અને કોડ નંબર અવશ્ય લખવા.
  • ઈ-ન્યુઝલેટર
  • કાર્યક્રમોની જાણકારી માટે અગત્યની સૂચના: જેમણે બધા જ કાર્યક્રમોની જાણ નિયમિત મેળવવી હોય એમણે પોતાનું નામ,મોબાઈલ નંબર તેમજ ઈમેલ એડ્રેસ જણાવવા.
  • ગુજરાતી સાહિત્ય પરિષદ ફેસબુક પેજ: https://www.facebook.com/GujaratiSahityaParishad/

આર્કાઈવ્ઝ

 

સંકલન: પ્રફુલ્લ રાવલ


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.