સ્વાગત          

સમાચાર



જૂન ૨૦૦૯ પરિષદ સમાચાર


  • તા.૮-૫-૦૯ના રોજ પરિષદ અંતર્ગત રવીન્દ્રભવનના ઉપક્રમે રવીન્દ્રનાથની જન્મતિથિ નિમિત્તે રવીન્દ્રનાથના સંવાદકાવ્ય - નાટ્યકાવ્ય 'સતી' ના પદ્યમાં કરેલા અનુવાદનો વાચિકાભિનય શ્રી નિરંજન ભગતે રજૂ કર્યો.

  • ગુજરાતી સાહિત્ય પરિષદ તથા અ.હિ.મ.પ. બ્રુહદ સુરત શાખાના વાચકમંચના સંયુક્ત ઉપક્રમે બાળસાહિત્ય-લેખન શિબિર તા.૭-૨-૦૯ના રોજ યોજાયો હતો, જેમાં ૫૦ બહેનોએ ભાગ લીધો હતો.
  • જાન્યુઆરી ૨૦૧૦થી ડિસેમ્બર ૨૦૧૩ માટે અમલમાં આવનારગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિ અને કાર્યવાહક સમિતિની ચૂંટણીનો કાર્યક્રમ
  • ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે તા.૧૮-૪-૦૯ના રોજ મુંબઈમાં સુપ્રસિદ્ધ ગઝલકાર શ્રી જવાહર બક્ષીનું ગઝલની સમજ વિશે એક પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • ગુજરાતી સાહિત્ય પરિષદ અને 'સંજીવની' પરિવારના સંયુક્ત ઉપક્રમે તા.૭-૫-૦૯ના રોજ શ્રી પન્નાલાલ પટેલની ૯૮મી જન્મતિથિની ઉજવણીના ભાગ રૂપે મેઘાણી પ્રાંગણમાં કાર્યક્રમ યોજાઈ ગયો.

આપના પ્રતિભાવ ઈ-મેલ દ્વારા અહીંથી |

પરિષદ-પ્રમુખશ્રીનો પત્ર

-પરિષદ-પ્રમુખશ્રી નારાયણ દેસાઈ, જૂન ૨૦૦૯
વિવિધતામાં એકતા એ આપણા દેશની એક ખૂબી છે. અનેક ધર્મો, અનેક ભાષાઓ, અનેક પ્રકારની આબોહવા, અનેક પ્રકારના પહેરવેશ, ખોરાકમાં ભારે વિવિધતા, લગન, મરણ, પૂજનની વિધિઓમાં જાતજાતની ભિન્નતા છતાં આ સેતુ હિમાચલ સુધી બધી વિવિધતાઓ વચ્ચેથી વહેતી એકતાની ધારા એ જ આપણી ભારતીયતા. જેમ એકતાનું મહત્ત્વ સમજવાની જરૂર છે, તેમ વિવિધતાનું મહત્ત્વ પણ કાંઈ ઓછું નથી. જેમ એકતાના ભાવ વિના ભારતીયતા ન આવે, તેમ વિવિધતા વિના ય ભારતીય ના બને. સર્વધર્મોનો સમાદરભાવે સમાવેશ, સર્વભાષાઓનો સમાગમ આપણને અસલી ભારતીય બનાવે છે...

વધુ વાંચો »


પુસ્તક વિભાગ


નવું પુસ્તક!

મારો અસબાબ

- જનક ત્રિવેદી

'બાવળ વાવનાર અને બીજી વાતો' વાર્તાસંગ્રહ માટે ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક મેળવનાર જનક ત્રિવેદીનો આ નિબંધસંગ્રહ પરિષદ દ્વારા અને આચાર્ય કાકાસાહેબ કાલેલકર ગ્રંથાવલિ પ્રકાશન સમિતિના સૌજન્યથી મરણોત્તર પ્રકાશિત થઈ રહ્યો છે. તેઓ સારા વાર્તાકાર અને નિબંધકાર હતા. એમના આ નિબંધોમાં નિરૂપાયેલાં ભાતીગળ પાત્રો, પોતાનાં સંતાનો જેવો જ પ્રાણી-પક્ષીઓ માટેનો અપત્ય સ્નેહ, રેલવેસંસારની અવનવી વાતો, કાઠિયાવાડી બોલીના બળકટ પ્રયોગો, વિશિશ્ટ રીતે નિરૂપાયેલાં શૈશવ-ચિત્રો, પિતા વિશેનું આલેખન, લેખકનું ઝિલાયેલું મનોગત વગેરે આસ્વાદ્ય છે. કિરીટ દૂધાત લખે છે તેમ "આ નિબંધો પોતાની અંગત અનુભવની નીપજ હોવા છતાં તેમાંથી અળગા રહીને, બહાર ઊભીને જોવાની નિબંધકારની શૈલીને કારણે વાચક અહીં સીધો જ, સર્જકીય દખલગીરી વગર એમાં પ્રવેશ પામે છે... અહીં નિબંધકારની આંગળી પકડવાની જરૂર પડતી નથી. આ છે જનક ત્રિવેદીનું કલાકૌશલ્ય!" સહૃદયો આ પુસ્તકને ઉમળકાભેર આવકારશે એવી અપેક્ષા.

નવીન પ્રકાશનો વિશે વધુ વાંચો »

આ પુસ્તક ઉપલબ્ધ છે અહીંથી


આર્કાઈવ્ઝમાંથી


પગ


-યજ્ઞેશ દવે


દોડી રહ્યા છે જે સદીઓથી
ખૂંદી રહ્યા છે ખંડો
આકાશમાં જેણે મૂકી છે દોટ
તે પગ
જંપી જઈ સૂઈ જાય છે તારી સાથે.
* * *
કોઈનાય પાદપંકજ
કે ચરણકમળ
મેં જોયા નથી
મેં તો જોયા છે માત્ર પગ
માત્ર પગ.
* * *
પૂરપાટ દોડતાં દોડતાં
થૈ...થૈ ઊભું દેખાયું એક બાળક
થંભી ગયા પગ.
* * *
સાંજે
કહ્યામાં નથી હોતા મારા પગ.
એકને જવું હોય છે ઘર ભણી
બીજાને આકાશભણી.


(સમીપે-૧: સપ્ટેમ્બર ૨૦૦૫)


પ્રવૃત્તિ વિભાગ

રવીન્દ્રભવન

પરિષદ સંચાલિત રવીન્દ્રભવનના ઉપક્રમે તા.૩-૧૨-૨૦૦૮ના સાંજે રવીન્દ્રનાથના છેલ્લા કાવ્યસંગ્રહ 'શેષલેખા'ના અંતિમ કાવ્ય નં.૧૫ વિશે શ્રી નિરંજન ભગતે કાવ્યના પઠન પછી ચર્ચા કરી.

ગુજરાતી ભાષા

કેવી રીતે શીખવી

ગુજરાતીમાં વાંચતા, લખતાં, વાત કરતાં શીખો

સભ્યપદ

નવું અને રિન્યૂઅલ

પરિષદના પ્રમુખો

૧૯૦૫-થી-૨૦૦૯

વર્તમાન પ્રમુખ:નારાયણ દેસાઈ

ડોનેશન અને આપનો સહયોગ

માહિતી

  • સેક્શન 80G
  • કરમુક્ત

દ્રશ્ય-શ્રાવ્ય વિભાગ ઓડિયો આર્કાઈવ

Prof.Bhagat

નિરંજન ભગત CD સંગ્રહ

ગુજરાતીમાં સાંભળો

વિડિયો આર્કાઈવ

પૉડકાસ્ટ -podcast

મોબાઈલ પર સાંભળો


ઇતિહાસ

૧૦૦ વર્ષથી ય વધુ

ગુજરાતમાં સાહિત્યિક આબોહવા પ્રગટાવવા ગુજરાતના સંસ્કારપુરુષ રણજિતરામ વાવાભાઈના નિષ્ઠાભર્યા પ્રયત્ન્નોથી ઈ.સ.૧૯૦૫માં ગુજરાતી સાહિત્ય પરિષદ અસ્તિત્વમાં આવી અને પરિષદના પ્રથમ સંમેલનના પ્રમુખ તરીકે ગુજરાતી ભાષાના મહાન નવલકથાકાર ગોવર્ધનરામ ત્રિપાઠીની સેવા સાંપડી. રણજિતરામ ઉપરાંત ઈ.સ.૧૯૨૦થી ઈ.સ.૧૯૨૮ દરમિયાન રમણભાઈ નીલકંઠ અને આનંદશંકર ધ્રુવની પ્રેરણા અને ઉષ્મા પરિષદને પ્રાપ્ત થયાં. ઈ.સ.૧૯૨૮થી ૧૯૫૫ સુધી પરિષદનું સુકાન કનૈયાલાલ મુનશીએ સંભાળ્યું હતું. આ સમય દરમિયાન અમદાવાદમાં ઈ.સ.૧૯૩૬માં યોજાયેલ પરિષદનું બારમું સંમેલન મહાત્મા ગાંધીજીના પ્રમુખપદ અને કવિવર રવીન્દ્રનાથ ટાગોરના અતિથિવિશેષપદથી અવિસ્મરણીય બની રહ્યું...વધુ વાંચો››

સીમાચિહ્નો્ (માઇલસ્ટોન્સ)

Since 1905