પરિષદવૃત્ત: સમાચાર - આર્કાઈવ્ઝ ૨૦૧૧

નવેમ્બર-૨૦૧૧

નવેમ્બર

  • છારાનગરના બુધન થિયેટરના પુસ્તકાલયમાં તા.૯-૧૦ને રવિવારના રોજ એક સર્જક-મિલન યોજવામાં આવ્યું. ત્યાંના સ્થાનિક અને પરિષદ તરફથી ગયેલા સર્જકોએ પોતાની કૃતિનું પઠન કર્યું.
  • ૧૪/૧૫ ઑક્ટો. રવીન્દ્રનાથની ૧૫૦મી જયંતી ખૂબ જ ઉત્તમ રીતે ઉજવવામાં આવી. રવીન્દ્રસંગીત દ્વારા રવીન્દ્રનાથનાં ૧૨ ગીતો રજૂ થયાં. તેમજ વિશ્વકોશ ટ્ર્સ્ટમાં 'માય ટાગોર, વાય ટાગોર' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • પાક્ષિકીમાં રીટા કોઠારીએ મૂળ ગુજરાતી પણ હાલ તમિલ લેખક શ્રી દિલીપકુમારની એક વાર્તાનો ગુજરાતીમાં અનુવાદ વાંચ્યો.
  • ગુજરાતી સાહિત્ય પરિષદમાં અનુવાદ-અભિમુખતાની બેઠક તા.૧૧-૧૦ના રોજ યોજાઈ ગઈ.
  • ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા જેલમાં વિશિષ્ટ સાહિત્યિક કાર્યક્રમ અંતર્ગત તા.૧૫-૧૦ના રોજ વાર્તાકથન યોજાયું.
  • તા.૩-૧૦ના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદ અને એની સરૈયા લેખિકા પ્રોત્સાહન નિધિ અંતર્ગત જાણીતા લેખિકા શ્રી ધીરુબેન પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ ગઈ.
  • તા.૭-૧૦ના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત 'ગ્રંથ સાથે ગોઠડી' અંતર્ગત ડૉ.નયના ડેલીવાળાએ હિન્દી લેખિકા જ્યોત્સ્ના મિલનકૃત 'અ અસ્તુ કા'નો આસ્વાદ કરાવ્યો હતો.
  • ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત 'દલિત સાહિત્યવિમર્શ' અંતર્ગત તા.૨૪-૯ના રોજ શ્રી ડંકેશ ઓઝા અને ડૉ.અરુણા વાઘેલાએ વક્તવ્ય આપ્યું.

....વધુ વાંચો »

આર્કાઈવ્ઝ

 

સંકલન: ભરત સાધુ


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.