પરિષદવૃત્ત: સમાચાર - આર્કાઈવ્ઝ ૨૦૧૧

ડિસેમ્બર-૨૦૧૧

ડિસેમ્બર

  • ગુજરાતી સાહિત્ય પરિષદનું ૪૬મું અધિવેશન ગુજરાતી સાહિત્ય પરિષદના છેંતાલીસમા અધિવેશનનું આયોજન જૂનાગઢ મુકામે તા.૨૩-૨૪-૨૫ ડિસેમ્બર ૨૦૧૧ દરમિયાન યોજાશે.અધિવેશનના પ્રમુખ તરીકે મૂર્ધન્ય સાહિત્યકાર- ઉત્તમ નિબંધકાર - અનુવાદક અને વિવેચક શ્રી ભોળાભાઈ પટેલ હશે.
  • સુરતમાં વાર્તાસત્ર: ગુજરાતી સાહિત્ય પરિષદ અને અખિલ ગુજરાતી હિન્દ મહિલા પરિષદ બૃહદ, સુરતના સંયુક્ત ઉપક્રમે શ્રી ભગવતીકુમાર શર્માની અધ્યક્ષતામાં 'વાર્તાસત્ર'નું આયોજન તા.૧૬-૧૦ના રોજ કરવામાં આવ્યું હતું.
  • શ્રદ્ધાંજલિ: નજીકના સમયમાં દિવંગત થયેલા પ્રિયકાન્ત પરીખ, હેમંત દેસાઈ, ભૂપત વડોદરિયા, દુષ્યંત પંડ્યા, ઉશનસ, અતુલ સવાણી, રસિક મહેતા, મંગુભાઈ પટેલને ગુજરાતી સાહિત્ય પરિષદ વતી તા.૧૫-૧૧ના રોજ શ્રદ્ધાંજલિ આપતી શોકસભા યોજાઈ હતી.
  • બાલ-સાહિત્ય મેળો: ગુજરાતી સાહિત્ય પરિષદને ઉપક્રમે બાલસાહિત્ય અકાદમીએ તા.૨૨-૧૦ના રોજ 'બાલ અસભા'નું આયોજન કરવામાં આવ્યું હતું.
  • પાક્ષિકી: પાક્ષિકી અંતર્ગત તા.૧૭-૧૧ ના રોજ શ્રી રૂપેન પટેલે નિજાનંદ વાર્તાનું પઠન કર્યું હતું.
  • ગ્રંથ સાથે ગોઠડી: 'ગ્રંથ સાથે ગોઠડી' અંતર્ગત તા.૧૧-૧૧ના રોજ શ્રી પ્રતીક્ષા થાનકીએ શ્રી ડેવિડ ગિલમોર લિખિત 'ધ ફિલ્મક્લબ'નો આસ્વાદ કરાવ્યો હતો.
  • સાહિત્યસિદ્ધાંત વ્યાખ્યાનશ્રેણી: ગુજરાતી સાહિત્ય પરિષદ તથા ક.લા.સ્વાધ્યાયમંદિર અંતર્ગત સાહિત્યસિદ્ધાંત વ્યાખ્યાનશ્રેણીનું બારમું વ્યાખ્યાન તા.૧૭-૧૧ના રોજ યોજાઈ ગયું.
  • નવોદિત સર્જક સાથે સંવાદ: નવોદિત સર્જક સાથે સંવાદ કાર્યક્રમ અંતર્ગત તા.૧૯-૧૧ના રોજ નવોદિત સર્જકોએ પોતાની અપ્રકાશિત કૃતિઓનું પઠન કર્યું હતું.
  • રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહની ઉજવણી: ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત શ્રી ચી.મ.ગ્રંથાલયમાં 'રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહ' અન્વયે તા.૧૪-૧૧થી તા.૨૦-૧૧ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.
  • જેલમાં સાહિત્યિક કાર્યક્રમ: ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા જેલમાં વિશિષ્ટ સાહિત્યિક કાર્યક્રમ તા.૧૯-૧૧ના રોજ યોજાઈ ગયો.
  • એની સરૈયા લેખિકા પ્રોત્સાહન નિધિ: તા.૩-૧૦ના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદ અને એની સરૈયા લેખિકા પ્રોત્સાહન નિધિ અંતર્ગત જાણીતા લેખિકા શ્રી ધીરુબેન પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ ગઈ.
  • ગુજરાતી સાહિત્ય પરિષદના છેંતાલીસમા અધિવેશનનું આયોજન રૂપાયતનના યજમાનપદે, જૂનાગઢ મુકામે તા.૨૩-૨૪-૨૫ ડૈસેમ્બર ૨૦૧૧ના ત્રણ દિવસ યોજાશે. અધિવેશનના પ્રમુખ તરીકે મૂર્ધન્ય સાહિત્યકાર-ઉત્તમ નિબંધકાર-અનુવાદક અને વિવેચક શ્રી ભોળાભાઈ પટેલ હશે. અધિવેશનના અતિથિવિશેષ તરીકે ઓડિયા ભાષાના સર્જક શ્રી મનોજ દાસ ઉપસ્થિત હશે.
  • પરિષદ કાર્યક્રમો: સિદ્ધાંત શ્રેણી, બુધસભા, પાક્ષિકી, બાળસાહિત્ય, કાવ્યપ્રત્યક્ષ, ગ્રંથ સાથે ગોઠડી વગેરે કાર્યક્રમો નિયમિત ચાલે છે, આ બધા જ કાર્યક્રમો ગુજરાતભરમાં અનેક જગ્યાએ શરૂ થાય એવું પરિષદ ઈચ્છે છે.
  • અદ્યતન હૉલ: અમદાવાદના કલાકારોને યોગ્ય અને અદ્યતન હૉલ મળે એની રાહ સૌ કોઈ જોતાં હતાં. હવે ભાષા, સાહિત્ય અને પરિષદપ્રેમીઓની સમર્પણભાવનાથી એ શક્ય બન્યું છે.
  • આગામી કાર્યક્રમો ની વિગતો

....વધુ વાંચો »

આર્કાઈવ્ઝ

 

સંકલન: ભરત સાધુ


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.