પરિષદવૃત્ત: સમાચાર - આર્કાઈવ્ઝ ૨૦૧૧

માર્ચ-૨૦૧૧

માર્ચ

  • ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત સાહિત્યસિધ્ધાંત વ્યાખ્યાનશ્રેણીનું આઠમું વ્યાખ્યાન 'સંસ્કૃત કાવ્યતત્ત્વવિચાર અને પાશ્ચાત્ય કાવ્યતત્ત્વવિચાર: તુલનાત્મક અભ્યાસ' પર તા.૨૦-૧ના રોજ યોજાયું હતું, જેમાં ડો.અવધેશકુમાર સિંધે પૂર્વ અને પશ્ચિમના પાયાનાં તત્ત્વોની વિશદતાથી તુલનાત્મક ચર્ચા કરી હતી. ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત શ્રી ક.લા.સ્વાધ્યાયમંદિર દ્વારા 'સાહિત્યસિધ્ધાંત વ્યાખ્યાનશ્રેણી'નું આયોજન થયું છે. સાહિત્યસિધ્ધાંતની વધુ ને વધુ નિકટ જવાય, પૂર્વ અને પશ્ચિમના કાવ્યવિચારની તુલનાત્મક ચર્ચા થાય તેમજ નૂતન પ્રવાહોની જાણકારી મળે એવો આ શ્રેણીનો ઉદ્દેશ છે.
  • તા.૧૨-૨-૨૦૧૧ના રોજ રવિશંકર રાવળ શ્રેણીનું આઠમું વ્યાખ્યાન સુખ્યાત કળાકાર શ્રી નીલિમા શેખે 'ઘર ચોમેર' વિશે આપ્યું હતું.
  • ગુજરાતી ભાષામાંથી અંગ્રેજી તેમ જ ભારતીય ભાષામાં અનુવાદિત થયેલ પુસ્તકની સંપૂર્ણ વિગત ગુજરાતી સાહિત્ય પરિષદ પર મોકલવા વિનંતી છે. પરિષદ અનુવાદિત થયેલ પુસ્તકોની સૂચિ બનાવી રહી છે.
  • ગશ્રી મહારાજા સયાજીરાવ યુનિ.ના સો જેટલા વિદ્યાર્થીઓએ તા. ૨૯-૧ના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદની મુલાકાત લીધી હતી.
  • વાંચે ગુજરાત અંતર્ગત ગુજરાતી સાહિત્ય પરિષદ આયોજિત પાક્ષિકીમાં તા.૧૭-૨ના રોજ ઓ' હેન્રીની ટૂંકી વાર્તાઓ વિશે શ્રી પરેશ વ્યાસે વ્યાખ્યાન આપ્યું હતું.
  • નજીકના સમયમાં દિવંગત થયેલા ગુજરાતના અગ્રણી કવિઓ અને સર્જકોને ગુજરાતી સાહિત્ય પરિષદમાં તા.૧૫-૨ ના રોજ શ્રદ્ધાંજલિ અપ્રણ કરવામાં આવી હતી.
  • ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ગુજરાત રાજ્યની સ્વર્ણિમ જયંતી નિમિત્તે તા.૩૦-૧ ના રોજ સવારે ૯થી સાંજે ૬ વાગ્યા સુધી વાર્તામેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. 'વાંચે ગુજરાત' અંતર્ગત ગુજરાતી સાહિત્ય પરિષદમાં તા.૪ થી ૭ ફેબ્રુઆરી દરમિયાન એક પુસ્તકમેળો યોજાયો હતો. પુસ્તકપ્રેમીઓનો ધસારો ખૂબ વિશાળ હતો.

....વધુ વાંચો »

આર્કાઈવ્ઝ

 

સંકલન: રાજેન્દ્ર પટેલ


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.