પરિષદવૃત્ત: સમાચાર - આર્કાઈવ્ઝ ૨૦૧૧

જુલાઈ-૨૦૧૧

જુલાઈ

  • શ્રી પન્નાલાલ પટેલની ૧૦૦મી જન્મતિથિ: સંજીવની પરિવાર અને ગુજરાતી સાહિત્ય પરિષદના સહયોગમાં શ્રી પન્નાલાલ પટેલની ૧૦૦મી જન્મતિથિની ઉજવણી, જાણીતા સાહિત્યકાર શ્રી રઘુવીર ચૌધરીની અધ્યક્ષતામાં તા.૭-૫-૧૧ ના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદના ગોવર્ધનસ્મૃતિમંદિરમાં કરવામાં આવી હતી.
  • રવીન્દ્રભવન: તા. ૧-૨-૩ જૂન-૨૦૧૧ આ ત્રણ દિવસો દરમિયાન રવીન્દ્રભવનનાં ઉપક્રમે સત્યજિતરાય દિગ્દર્શિત અને રવીન્દ્રનાથ લિખિત અનુક્રમે ત્રણ ફિલ્મો, પૉસ્ટ-માસ્તર, સમાપ્તિ અને મનિહારા ફિલ્મો બતાવવામાં આવી હતી. શ્રી નિરંજન ભગતે પહેલા દિવસે આ ત્રણે વાર્તાઓની ભૂમિકા આપી હતી.
  • અનુવાદ લેખનકળા : એનીબહેન સરૈયા લેખિકા પ્રોત્સાહન નિધિ અંતર્ગત તા. ૫-૬ ના રોજ યોજાયેલી બેઠકના અધ્યક્ષપદેથી જાણીતાં સર્જક અને અનુવાદક શ્રી અનિલાબહેન દલાલે અનુવાદ લેખન-કળા વિષયક ચાવીરૂપે વક્તવ્ય આપ્યું હતું.
  • પાક્ષિકી: ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત પાક્ષિકી અંતર્ગત તા.૧૬-૬ના રોજ શ્રી દીવાન ઠાકોરે 'ટેબલ: એક અનુભૂતિ' વાર્તાનું પઠન કર્યું હતું.
  • લેખનસ્પર્ધા : આદરણીય શ્રી ધીરુબહેન પટેલની પ્રેરણાથી આ વર્ષે એનીબહેન સરૈયા લેખિકા પ્રોત્સાહન નિધિ અંતર્ગત 'મારો અવિસ્મરણીય અનુભવ' વિષયક લેખનસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
  • જુલાઈ-ઑગસ્ટના આગામી કાર્યક્રમો ની વિગતો

....વધુ વાંચો »

આર્કાઈવ્ઝ

 

સંકલન: ભરત સાધુ


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.