સ્વાગત

બ્લેક કોમેડી થિયેટર ફેસ્ટીવલ
સમાચાર
એપ્રિલ ૨૦૧૨ પરિષદ સમાચાર
- પરિષદ કાર્યક્રમો: સિદ્ધાંત શ્રેણી, બુધસભા, પાક્ષિકી, બાળસાહિત્ય, કાવ્યપ્રત્યક્ષ, ગ્રંથ સાથે ગોઠડી વગેરે કાર્યક્રમો નિયમિત ચાલે છે, આ બધા જ કાર્યક્રમો ગુજરાતભરમાં અનેક જગ્યાએ શરૂ થાય એવું પરિષદ ઈચ્છે છે.
- અદ્યતન હૉલ: અમદાવાદના કલાકારોને યોગ્ય અને અદ્યતન હૉલ મળે એની રાહ સૌ કોઈ જોતાં હતાં. હવે ભાષા, સાહિત્ય અને પરિષદપ્રેમીઓની સમર્પણભાવનાથી એ શક્ય બન્યું છે.
- ગ્રંથસમીક્ષા, ગ્રંથાવલોકન માટે ક્લીક કરો.
- કાર્યક્રમોની જાણકારી માટે અગત્યની સૂચના: જેમણે બધા જ કાર્યક્રમોની જાણ નિયમિત મેળવવી હોય એમણે પોતાનું નામ,મોબાઈલ નંબર તેમજ ઈમેલ એડ્રેસ જણાવવા.
- ગુજરાતી સાહિત્ય પરિષદ ફેસબુક પર
..વધુ વાંચો » આપના પ્રતિભાવ ઈ-મેલ દ્વારા અહીંથી |
પરિષદ-પ્રમુખશ્રીનો પત્ર
પરિષદ-પ્રમુખશ્રી ભોળાભાઈ પટેલ, એપ્રિલ ૨૦૧૨
અનુવાદો અને અનુવાદોની સમીક્ષા વિષે:
ભારતીય જ્ઞાનપીઠે રઘુવીર ચૌધરીને અને મને ૧૯૬૮ની ઉમાશંકર જોશીની જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા કૃતિ નિસ હીથ અને તે સાથે એમની 'પ્રાચીના'ના હિન્દી અનુવાદનું કામ સોંપ્યું હતું. અમે બન્ને હિન્દીના અધ્યાપકો હતા અને ગુજરાતી અમારી ભાષા હતી.... વધુ વાંચો »
પુસ્તક વિભાગ
નવું પુસ્તક!
પારિજાતક
- હેમાંગિની રાનડે, પ્ર.આ.૨૦૧૦, ડિમાઈ, કાચું પૂઠું, પૃ.૧૯૯, કિં.રૂ.૧૪૦/-)
સદગત બી.કે.મજમુદારના વસિયતનામામાં પ્રગટ થયેલી, સાહિત્ય અને કલાનાં ક્ષેત્રમાં નવા સર્જકોને ઉત્તેજન આપવાની એમની ઈચ્છાના અનુસંધાનમાં આવેલી શ્રી બી.કે.મજમૂદાર ટ્રસ્ટ પ્રકાશનશ્રેણી અંતર્ગત આ વાર્તાસંગ્રહ 'પારિજાતક' ત્રેવીસમા
મણકા રૂપે પ્રગટ થયો છે. શ્રીમતી હેમાંગિની રાનડી લેખનનો આરંભ હિન્દીમાં કર્યો હતો. અને ગુજરાતીમાં પણ વાર્તાલેખનકાર્ય આરંભ્યું છે. તેમની 'ઉનાળો' વાર્તાને વાર્તાનો પ્રતિષ્ઠિત 'કથા' એવૉર્ડ મળેલો છે. આ સંગ્રહની વાર્તાઓમાં નારીચેતનાનાં
વિવિધ રૂપો , બાળમાનસ અને આધેડવયના મનુષ્યોનાં સંવેદનો આલેખાયાં છે. હેમાંગિનીબહેનના આ પ્રથમ વાર્તાસંગ્રહને વાર્તારસિક ભાવકો ઉષ્માભેર આવકારશે એવી અપેક્ષા છે.
નવીન પ્રકાશનો વિશે વધુ વાંચો »
આ પુસ્તક ઉપલબ્ધ છે અહીંથી
વાચનકક્ષ
આર્કાઈવ્ઝમાંથી
પદ્ય: ગઝલ - હનીફ સાહિલ
છદ્મવેશી છે તો એ છળ આપશે,
માંગશો જો જળ તો મૃગજળ આપશે!
આપશે ક્યારેક શ્રાવણ આંખમાં,
તો કદી કોરાં જ વાદળ આપશે.
લાખ એને શોધતાં મળશે નહીં,
ને બધે હોવાની અટકળ આપશે.
વિતશે આ કેમ અવસાદી ઋતુ ?
પાત્રમાં કેવળ તૃષાપળ આપશે?
વાયદો જો આપશે મળવાનો પણ,
સાવ ખોટા એ સમય સ્થળ આપશે.
ક્યાં હવે દોરી જશે મુજને નસીબ!
ક્યાં લઈ જઈને એ અંજળ આપશે?
હાથમાંથી લઈને કાસદના હનીફ,
એ પરત મુજને જ કાગળ આપશે!
(શબ્દસૃષ્ટિ : ઑગસ્ટ-૨૦૦૫)
વધુ વાંચો »
સભ્યપદ
નવું અને રિન્યૂઅલ
પરિષદના પ્રમુખો
૧૯૦૫-થી-૨૦૧૩
વર્તમાન પ્રમુખ:શ્રી ભોળાભાઈ પટેલડોનેશન અને આપનો સહયોગ
માહિતી
- સેક્શન 80G
- કરમુક્ત
દ્રશ્ય-શ્રાવ્ય વિભાગ ઓડિયો આર્કાઈવ
નિરંજન ભગત CD સંગ્રહ
ગુજરાતીમાં સાંભળો
વિડિયો આર્કાઈવ
પૉડકાસ્ટ -podcast
મોબાઈલ પર સાંભળો
ઇતિહાસ
૧૦૦ વર્ષથી ય વધુ
ગુજરાતમાં સાહિત્યિક આબોહવા પ્રગટાવવા ગુજરાતના સંસ્કારપુરુષ રણજિતરામ વાવાભાઈના નિષ્ઠાભર્યા પ્રયત્ન્નોથી ઈ.સ.૧૯૦૫માં ગુજરાતી સાહિત્ય પરિષદ અસ્તિત્વમાં આવી અને પરિષદના પ્રથમ સંમેલનના પ્રમુખ તરીકે ગુજરાતી ભાષાના મહાન નવલકથાકાર ગોવર્ધનરામ ત્રિપાઠીની સેવા સાંપડી. રણજિતરામ ઉપરાંત ઈ.સ.૧૯૨૦થી ઈ.સ.૧૯૨૮ દરમિયાન રમણભાઈ નીલકંઠ અને આનંદશંકર ધ્રુવની પ્રેરણા અને ઉષ્મા પરિષદને પ્રાપ્ત થયાં. આ સમય દરમ્યાન, ઈ.સ.૧૯૨૦માં કવિવર રવીન્દ્રનાથ ટાગોરનું અતિથિવિશેષપદ નોંધપાત્ર હતું. ઈ.સ.૧૯૨૮થી ૧૯૫૫ સુધી પરિષદનું સુકાન કનૈયાલાલ મુનશીએ સંભાળ્યું હતું. અમદાવાદમાં ઈ.સ.૧૯૩૬માં યોજાયેલું બારમું પરિષદ-સંમેલન મહાત્મા ગાંધીજીના પ્રમુખપદથી અવિસ્મરણીય બની રહ્યું. ...વધુ વાંચો››


કૉપીરાઈટ ગુજરાતી સાહિત્ય પરિષદ | સર્વ હક્ક સ્વાધીન