પરિષદવૃત્ત: સમાચાર - આર્કાઈવ્ઝ ૨૦૧૨

જૂન ૨૦૧૨

જૂન

  • ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ શ્રી ભોળાભાઈ પટેલનું અવસાન: શ્રદ્ધાંજલિ શોકસભા
  • રવીન્દ્ર મહોત્સવ: પરિષદમાં રવીન્દ્ર મહોત્સવ ઊજવાયો. ભારત સરકારના સાંસ્કૃતિક વિભાગની આર્થિક સહાયથી, રવીન્દ્રનાથ ટાગોરની દોઢસોમી જન્મજયંતી નિમિત્તે આ કાર્યક્રમ થયો.
  • નવોદિત સર્જકોના પ્રથમ સર્જનાત્મક પુસ્તકનું પ્રકાશન: હસ્તપ્રત તા.૩૦-૬-૨૦૧૨ સુધીમાં મોકલી આપવા વિનંતી.
  • પત્રકારત્વ અને અનુવાદના અભ્યાસક્રમ: ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક.લા.સ્વાધ્યાયમંદિર દ્વારા ગુજરાત યુનિવર્સિટી માન્ય છ-માસિક પત્રકારત્વ અને અનુવાદના પ્રમાણપત્ર અભ્યાસક્રમ વર્ગોનું સત્ર ૧૫ જૂન થી શરૂ થશે.
  • માતૃભાષાકૌશલ પ્રમાણપત્ર અભ્યાસક્રમ: ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત સંવર્ધન કેન્દ્ર અને ક.લા.સ્વાધ્યાયમંદિર દ્વારા માતૃભાષાકૌશલ પ્રમાણપત્ર અભ્યાસક્રમનું આયોજન તા.૨૫-૬થી ૧૮-૭ દરમિયાન કરવામાં આવ્યું છે.
  • માતૃભાષા પ્રબોધ : માતૃભાષા સંવર્ધન કેન્દ્ર, ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ૨૧ ફેબ્રુઆરી 'વિશ્વ માતૃભાષા દિન'ના રોજ 'માતૃભાષાપ્રબોધ' પત્રિકાનું વિમોચન થયું છે.
  • ગુજરાતી સાહિત્ય પરિષદ તથા લેખિની, મુંબઈના સહયોગથી અને એની સરૈયા લેખિકા પ્રોત્સાહન નિધિ અંતર્ગત બહેનો માટે અનુવાદની કાર્યશિબિરમાં ભાગ લેવા ઈચ્છતાં બહેનો માટે જરૂરી માહિતી
  • પરિષદ કાર્યક્રમો: સિદ્ધાંત શ્રેણી, બુધસભા, પાક્ષિકી, બાળસાહિત્ય, કાવ્યપ્રત્યક્ષ, ગ્રંથ સાથે ગોઠડી વગેરે કાર્યક્રમો નિયમિત ચાલે છે, આ બધા જ કાર્યક્રમો ગુજરાતભરમાં અનેક જગ્યાએ શરૂ થાય એવું પરિષદ ઈચ્છે છે.
  • અદ્યતન હૉલ: અમદાવાદના કલાકારોને યોગ્ય અને અદ્યતન હૉલ મળે એની રાહ સૌ કોઈ જોતાં હતાં. હવે ભાષા, સાહિત્ય અને પરિષદપ્રેમીઓની સમર્પણભાવનાથી એ શક્ય બન્યું છે.

....વધુ વાંચો »

આર્કાઈવ્ઝ

 

સંકલન: અનિલા દલાલ


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.