પરિષદવૃત્ત: સમાચાર - આર્કાઈવ્ઝ ૨૦૦૯

માર્ચ-૨૦૦૯

માર્ચ

  • 'સાહિત્યમાં વિવિધ સમાજોનું નિરૂપણ' વિશે તા.૨૭ અને ૨૮-૧ ના રોજ પરિસંવાદ યોજાઈ ગયો.

  • પરિષદ સંચાલિત રવીન્દ્રભવનના ઉપક્રમે તા.૩૦-૧-૨૦૦૯ ના રોજ, ગાંધીજી અને રવીન્દ્રનાથના પત્રો-લેખો પર આધારિત નાટક 'ધ પ્રોફેટ એન્ડ મહાત્મા' ગાંધી આશ્રમમાં પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.
  • તા.૩૧-૧ ના રોજ પ્રસિદ્ધ ગઝલકાર શ્રી હેમંતભાઈ ધોરડાનું 'ગુજરાતી ગઝલનું કાફિયાશાસ્ત્ર' વિશે વ્યાખ્યાન યોજાયું.
  • શ્રી કાલિન્દી પાઠકે 'શ્રી કે બી વ્યાસ વ્યાખ્યાનમાળા'નું વ્યાખ્યાન 'વાક્યરચનાના સંદર્ભમાં કારકવ્યવસ્થા અને ભાષાશિક્ષણ' વિષય પર આપ્યું હતું.
  • પરિષદ અંતર્ગત, 'શ્રી રવિશંકર રાવળ વ્યાખ્યાનશ્રેણી'નું છઠ્ઠું વ્યાખ્યાન શ્રી નવરોઝ કોન્ટ્રાક્ટરે 'છબીકલા અને સિનેમાક્ષેત્રે મારી યાત્રા'પર આપ્યું હતું.
  • પાક્ષિકીના ઉપક્રમે શ્રી કાલિન્દી પરીખે નિબંધવાંચન કર્યું અને શ્રી દીના પંડ્યાએ તેમની વાર્તાનું પઠન કર્યું.
  • 'સર્જક સાથે સંવાદ' અંતર્ગત તા.૧૭-૨-૦૯ના રોજ શ્રી રતિલાલ બોરીસાગરે 'શુદ્ધ લેખન' વિશે માર્ગદર્શન આપ્યું.
  • ઊંબરો મૂકીને ડુંગરો શોધ્યો: એક અનોખો સાહિત્યિક પ્રયોગ ગત શરદપૂર્ણિમાના રોજ રચાયો હતો.

....વધુ વાંચો »

આર્કાઈવ્ઝ

 

સંકલન: અનિલા દલાલ


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.