વાચનકક્ષ આર્કાઈવ્ઝ

પદ્ય

પદ્ય: મારી ભાષા, સંસ્કૃતિરાણી દેસાઈ



એક દિવસ અચાનક
હું બોલતી હતી ને અડધું પડધું સમજાતું હતું તેને
ને એ જે બોલતો હતો તે પણ
થોડુંક સમજણમાં પડતું હતું મને...
ને પછી તો ધીમે ધીમે કોઈને સમજ પડતી ન હતી
મારી ભાષા!
મેં લખીને સમજાવવા પ્રયત્ન કર્યો
તો મારી લિપિ જ સમજી નહોતા શકતા તેઓ.
હરપ્પા ને મોહેંજોદારોના જેવી ચિત્રો ભરેલી લિપિ
થોડા લીટા ને થોડાં ટપકાં... વાપર્યા
મારું ગાડું હવે હાવભાવ અને હાથના સંકેતોથી ચાલવા માંડ્યું

પછી બીજે દિવસે
એક બીજી વ્યક્તિની ભાષા સમજ નહોતી પડતી બધાને
ને પછી ત્રીજે દિવસે ત્રીજાની...

બધાની લિપિ પણ બદલાઈ ગઈ.
સર્વેની અલગ અલગ.
જાણે કે પ્રાદૈતિહાસિક અક્ષરમાળા જેવી
કોઈ કોઈને સમજી શકતું નહતું.
જિંદગી આગળ ચલાવવી કેવી રીતે?
શરૂઆતમાં છવાઈ ગઈ અંધાધૂંધી
પછી તો ધીમે ધીમે વાતો કર્યા વગર જ
ચાલવા માંડી જિંદગી બધાની...

આમ જોઈએ તો વાતોને કોઈ જરૂરત નથી
ઊલટાને અડચણ ભરી બનાવી દે છે
આ જિંદગીને...


(નવનીત-સમર્પણ : ઓક્ટોબર-૨૦૦૯)

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.