ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : શિવકુમાર જોશી
		બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી
કર્તા પરિચય:શિવકુમાર ગિરિજાશંકર જોશી 
		(૧૬-૧૧-૧૯૧૬, ૪-૭-૧૯૮૮): નાટ્યકાર, નવલકથાકાર, વાર્તાકાર, અનુવાદક. જન્મ અમદાવાદમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં. ૧૯૩૩માં મેટ્રિક. 
		૧૯૩૭માં ગુજરાત કોલેજ, અમદાવાદમાંથી સંસ્કૃત વિષય સાથે બી.એ. ૧૯૩૭થી ૧૯૫૮ સુધી મુંબઈ-અમદાવાદમાં ભાગીદારીથી કાપડનો વ્યવસાય. ૧૯૫૮થી કલકત્તામાં 
		કાપડનો સ્વતંત્ર વ્યવસાય. સાથોસાથ ત્યાંની સાહિત્યિક, સાંસ્કૃતિક, રંગમંચ સંબંધી પ્રવૃત્તિઓમાં સક્રિય. ૧૯૫૨માં કુમારચંદ્રક. ૧૯૫૯માં નર્મદ સુવર્ણચંદ્રક, ૧૯૭૦માં 
		રણજિતરામ સુવર્ણચંદ્રક.  |