ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : પીતાંબર પટેલ


પીતાંબર પટેલ Pitambar Patel

નવીન શું છે

પરિષદવૃત્ત : સમાચાર

પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન


પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..અહીંથી

બુક શોપ

પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી

કર્તા પરિચય:

પીતાંબર નરસિંહભાઈ પટેલ (૧૦-૮-૧૯૮૧, ૨૪-૫-૧૯૭૭): નવલકથાકાર, વાર્તાકાર, પત્રકાર. જન્મ મહેસાણા જિલ્લાના શેલાવી ગામમાં. પ્રાથમિક શિક્ષણ શેલાવી અને પાનસરમાં. માધ્યમિક શિક્ષણ સર્વ વિદ્યાલય, કડીમાં. ૧૯૩૬માં મેટ્રિક. ૧૯૪૦માં અમદાવાદની એલ.ડી. આર્ટસ કૉલેજમાંથી બી.એ. ૧૯૪૨માં ગુજરાત વિદ્યાસભાના અનુસ્નાતક કેન્દ્રમાંથી એમ.એ. ૧૯૫૬થી આકાશવાણી, અમદાવાદમાં. ભવાઈ-મંડળના પ્રણેતા. અમદાવાદ લેખકમિલન અને ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી. ‘સંદેશ’ના તંત્રીવિભાગ સાથે સંલગ્ન. વાર્તામાસિક 'આરામ’ના સંપાદક. ફિલ્મના નિર્માણમાં પણ સક્રિય.

ઉત્તર ગુજરાતના સમાજને આલેખતી એમની પ્રાદેશિક નવલકથાઓમાં સમાજસુધારણા, પરિવર્તન અને નવનિર્માણનો સંદેશ છે. ‘ખેતરને ખોળે’ એમની ઉત્તમ નવલકથા ગણાય છે. એમની વાર્તાઓમાં ગુજરાતી ગ્રામજીવન, સમાજજીવન, શહેરીજીવન ઉપરાંત ફિલ્મી દુનિયા સુધીના વિવિધ વિષયો નિરૂપાયા છે.



વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.