ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : પન્નાલાલ પટેલ


પન્નાલાલ પટેલ Pannalal Patel

નવીન શું છે

પરિષદવૃત્ત : સમાચાર

પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન


પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..અહીંથી

બુક શોપ

પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી

કર્તા પરિચય:

પન્નાલાલ નાનાલાલ પટેલ (૭-૫-૧૯૧૨, ૬-૪-૧૯૮૯): નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર. જન્મસ્થળ અને વતન રાજસ્થાનમાંના ડુંગરપુર જિલ્લાનું માંડલી. ઈડરમાં અંગ્રેજી ચાર ધોરણ સુધીનો અભ્યાસ. કૌટુંબિક પરિસ્થિતિને લીધે અભ્યાસ છોડી એકાદ વર્ષ ડુંગરપુર અને સાગવાડામાં દારૂના ભઠ્ઠા પર નોકરી. પછી અમદાવાદ આવી થોડો વખત એક સદગૃહસ્થને ઘરે નોકરી. એમની મદદથી અમદાવાદ ઈલેક્ટ્રિક કંપનીમાં ઑઈલમેન અને પછી મીટર-રીડર. ૧૯૩૬માં અમદાવાદમાં મળેલ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં ઈડર શાળાના સહાધ્યાયી ઉમાશંકર જોશી સાથે સંપર્ક અને તેમના પ્રોત્સાહનથી સાહિત્યસર્જનનો પ્રારંભ. ચારપાંચ વર્ષ મુંબઈની એન.આર.આચાર્યની ફિલ્મ કંપનીમાં પટકથાલેખક. પછી વતન માંડલીમાં જઈ ખેતીનો વ્યવસાય અને સાથે સાથે લેખનપ્રવૃતિ. ૧૯૪૭માં ક્ષયની બીમારી પછી અરવિંદના યોગમાર્ગ પ્રત્યે આકર્ષણ. ૧૯૫૮થી અમદાવાદમાં સ્થાયી વસવાટ અને લેખનનો મુખ્ય વ્યવસાય. ૧૯૫૦માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૭૯માં વડોદરામાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના સર્જન વિભાગના પ્રમુખ. ૧૯૮૫ના વર્ષના ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત. અમદાવાદમાં બ્રેઈન હેમરેજથી અવસાન.

કવિતા સિવાયનાં સઘળાં સાહિત્યસ્વરૂપોમાં વિપુલ સર્જન કરનાર પન્નાલાલ પટેલને નવલકથા અને ટૂંકી વાર્તામાં પર્યાપ્ત ખ્યાતિ મળી છે. એમની જાનપદી – પ્રાદેશિક નવલકથાઓ દ્વારા ગુજરાતી નવલકથામાં ગ્રામીણ પ્રજાના સુખદુ:ખના આલેખનનો સશક્ત પ્રારંભ થયો છે. પ્રણય કે લગ્નજીવનમાં ઊભી થતી પરિસ્થિતિ એમની નવલકથાઓમાં કેન્દ્રસ્થાને રહે છે. દુષ્કાળનું આલેખન કરતી ‘માનવીની ભવાઈ’ તેમની કીર્તિદા કૃતિ છે. તેમની ગ્રામજીવન અને નગરજીવનનું આલેખન કરતી વાર્તાઓમાં માનવમનની આંટીઘૂંટીને આલેખતી કેટલીક ઉત્તમ વાર્તાઓ તેમની પાસેથી મળી છે. આ ઉપરાંત બાળસાહિત્ય, નાટક, આત્મકથા વગેરે સ્વરૂપોમાં તેમનું મહત્ત્વનું પ્રદાન છે.વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.