ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : મુનિ જિનવિજયજી


મુનિ જિનવિજયજી Muni Jinvijayji

નવીન શું છે

પરિષદવૃત્ત : સમાચાર

પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન


પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..અહીંથી

બુક શોપ

પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી

કર્તા પરિચય:

મુનિ જિનવિજયજી (૨૭-૧-૧૮૮૮, ૩-૬-૧૯૭૬): જૈન ધર્મ, પુરાતત્ત્વવિદ્યા તથા પ્રાચ્યવિદ્યાના સંશોધક, સંપાદક. જન્મ ઉદેપુર-મેવાડ જિલ્લાના રૂપાહેલી ગામે. મૂળ નામ કિશનસિંહ વૃદ્ધિસિંહ પરમાર. ૧૯૦૩માં શાસ્ત્રજ્ઞાનની ઈચ્છાથી સ્થાનકવાસી જૈન સંપ્રદાયની દીક્ષા; ૧૯૦૯માં જૈન શ્વેતાંબર સંપ્રદાયના સંવિગ્ન માર્ગની દીક્ષા લઈ જિનવિજય નામ ધારણ કર્યું. પાટણના જૈનાચાર્ય શ્રીકાન્તિવિજયજી પાસે સંસ્કૃત-પ્રાકૃત ભાષાસાહિત્યનો અભ્યાસ. આખરે સાધુવેશ ત્યાગી, મુક્ત થઈ અધ્યાપકજીવનનો સંકલ્પ. ગૂજરાત વિદ્યાપીઠના પુરાતત્ત્વમંદિરમાં આરંભનાં થોડાં વર્ષ આચાર્ય. ૧૯૨૮માં ભારતીય વિદ્યાના અભ્યાસાર્થે જર્મની-પ્રયાણ. ૧૯૨૯માં પુનરાગમન. ૧૯૩૨થી ૧૯૩૬ સુધી શાંતિનિકેતનમાં જૈનસાહિત્યના અધ્યાપક. ૧૯૩૯માં ભારતીય વિદ્યાભવનના પુરાતત્ત્વવિભાગના અધ્યક્ષ. ૧૯૫૦માં રાજસ્થાન પ્રાચ્યવિદ્યા પ્રતિષ્ઠાનના માનાર્હ નિયામક. ૧૯૬૭માં નિવૃત્ત. ફેફસાના કેન્સરથી અમદાવાદમાં અવસાન.

પ્રાચીન ભારતીય સાહિત્ય અને સાંસ્કૃતિક ઇતિહાસના સંશોધક આ લેખકે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, જૂની ગુજરાતી ભાષા અને સાહિત્યનું પાટણ, વડોદરા, પૂના વગેરે સ્થળોના સમૃદ્ધ ગ્રંથભંડારોમાં રહેલી હસ્તપ્રતોને આધારે અધ્યયન – સંશોધન કર્યું છે.



વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.