ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : કનૈયાલાલ મા. મુનશી


કનૈયાલાલ મા. મુનશી  Kanaiyalal M Munshi

નવીન શું છે

પરિષદવૃત્ત : સમાચાર

પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન


પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..અહીંથી

બુક શોપ

પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી

કર્તા પરિચય:

કનૈયાલાલ માણેકલાલ મુનશી (૩૦-૧૨-૧૮૮૭, ૮-૨-૧૯૭૧): નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર, ચરિત્રકાર, નિબંધકાર, વિવેચક. જન્મ ભરૂચમાં. ૧૯૦૧માં મેટ્રિક. ૧૯૦૨માં વડોદરા કૉલેજમાં પ્રવેશ. ઓગણીસમે વર્ષે એલિસ પ્રાઈઝ સાથે બી.એ. ૧૯૧૦માં એલ.એલ.બી. ૧૯૧૩માં મુંબઈમાં વકીલાતનો પ્રારંભ. ૧૯૨૨માં ‘ગુજરાત’ માસિકનો પ્રારંભ. ૧૯૩૭માં મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન. ૧૯૪૮માં રાષ્ટ્રની બંધારણસભાના સભ્ય. એ પછી કેન્દ્રીય પ્રધાનમંડળમાં ખેતીવાડી ખાતાના પ્રધાન. ૧૯૫૨ની ચૂંટણી પછી ઉત્તરપ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્તિ. ૧૯૩૮માં ભારતીય વિદ્યાભવનની સ્થાપના અને જીવનના ઉત્તરાર્ધમાં તેની પ્રવૃત્તિઓના વિકાસ પાછળ પ્રવૃત્ત. ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૯૩૭, ૧૯૪૯, ૧૯૫૫માં પ્રમુખ. મુંબઈમાં અવસાન.

બહુઆયામી પ્રતિભા ધરાવતા મુનશી નવલકથા, નાટક, આત્મકથા, નિબંધ જેવા સ્વરૂપોમાં વિપુલ સાહિત્યસર્જન કરી વર્ષો સુધી ગુજરાતી સાહિત્યના કેન્દ્રબિંદુ બની રહ્યા. એમની નવલકથાઓમાં અદભુતરસરંજિત ઘટનાવલિ, પટ્ટાબાજી સમા સંવાદો અને શૂરવીર પાત્રસૃષ્ટિનો બહોળા વાચકવર્ગ પર આજે ય પ્રભાવ છે. એ જ રીતે પ્રેરક-બોધક વિષયવસ્તુની પસંદગી તથા તેના નાટ્ય-સંઘર્ષોચિત નિરૂપણ દ્વારા સામાજિક સભાનતા કેળવવાની ખેવનાથી મુનશી નાટ્યલેખકોમાં અગ્રણી બની રહે છે.વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.