ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : જુગતરામ દવે


જુગતરામ દવે  Jugatram Dave

નવીન શું છે

પરિષદવૃત્ત : સમાચાર

પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન


પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..અહીંથી

બુક શોપ

પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી

કર્તા પરિચય:

જુગતરામ ચીમનલાલ દવે (૧-૯-૧૮૮૮, ૧૪-૩-૧૯૮૫): કવિ, લોકનાટ્યકાર. જન્મસ્થળ લખતર (જિ.સુરેન્દ્રનગર). પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ મુંબઈ, વઢવાણ અને ધ્રાંગધ્રામાં. મેટ્રિક અનુત્તીર્ણ. ૧૯૧૭માં મુંબઈમાં હાજી મહમ્મદ અલારખિયા સંપાદિત ‘વીસમી સદી’માં નોકરી. એક વર્ષ સયાજીપુરામાં ગ્રામસેવા કરી, પછી સ્વામી આનંદ અને કાકાસાહેબના સંસર્ગથી સાબરમતી આશ્રમમાં શિક્ષણકાર્યમાં જોડાયા. વચ્ચે ૧૯૧૯-૧૯૨૩ દરમિયાન ‘નવજીવન’ સાપ્તાહિકની જવાબદારી સંભાળી. ૧૯૨૩થી ૧૯૨૭ બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધો. ૧૯૨૮થી પછીનું આખું જીવન વેડછી (જિ.સુરત) આશ્રમમાં આદિવાસી-ગ્રામસેવા ને આશ્રમી કેળવણીમાં ગાળ્યું. વિભિન્ન સત્યાગ્રહોમાં કુલ નવ વર્ષ જેલવાસ ભોગવ્યો. ૧૯૭૧થી ૧૯૭૮ સુધી ‘વટવૃક્ષ’ માસિકનું સંપાદન કર્યું. વેડછીમાં અવસાન.

એમનું કાવ્યસર્જન પ્રાસંગિક પણ ઊંચી ગુણવત્તાવાળું છે. એમનાં મૌલિક કે પ્રેરિત – અનુવાદિત ગીતોમાં માધુર્ય, ગેયતા અને લોકવાણીની સરળતાનું સૌંદર્ય છે. બાળસાહિત્ય અને બાળશિક્ષણમાં એમની અધિક રૂચિ છે.



વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.