ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : જયન્ત પાઠક


જયન્ત પાઠક  Jayant Pathak

નવીન શું છે

પરિષદવૃત્ત : સમાચાર

પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન


પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..અહીંથી

બુક શોપ

પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી

કર્તા પરિચય:

જયંત હિંમતલાલ પાઠક (૨૦-૧૦-૧૯૨૦, ૧-૯-૨૦૦૩): કવિ, વિવેચક, સંસ્મરણલેખક. જન્મ ગોઠ (રાજગઢ)માં. ૧૯૩૮માં મેટ્રિક. ૧૯૪૩માં સુરતની એમ.ટી.બી. કૉલેજમાંથી ગુજરાતી સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૪૫માં એ જ વિષયો સાથે વડોદરા કૉલેજમાંથી એમ.એ. ૧૯૬૦માં ‘૧૯૨૦ પછીની ગુજરાતી કવિતાની સાંસ્કૃતિક ભૂમિકા : તેનાં પરિબળો ને સિધ્ધિ’ વિષય પર પીએચડી. ૧૯૪૩-૧૯૪૭ દરમિયાન દાહોદ-હાલોલની માધ્યમિક શાળાઓમાં શિક્ષક. ૧૯૪૭થી ‘જન્મભૂમિ’ અને ‘હિન્દુસ્તાન’ દૈનિકમાં પત્રકાર. ૧૯૫૩થી નિવૃત્તિપર્યંત એમ.ટી.બી. આર્ટસ કૉલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક. ૧૯૫૭નો કુમારચંદ્રક. ૧૯૭૬માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૮૨-૧૯૮૩નું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક. ૧૯૭૪માં સોવિયેટ દેશ નહેરુ એવોર્ડ. ૧૯૭૯માં સાહિત્ય અકાદમી, દિલ્હીનો એવોર્ડ તથા ૧૯૯૦-’૯૧ માટે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.

તેમની સર્જકપ્રતિભાનો વિશેષ કવિતામાં છે. તેમની કાવ્યયાત્રામાં પ્રકૃતિ, પ્રીતિ, પરમાત્મા, કુટુંબભાવ, વતન, શબ્દ, સમય વગેરે એમના સતત આરાધ્ય વિષયો રહ્યા છે. અને તેઓ પ્રારંભે ગીત, સોનેટ, મુક્તક, છંદોબદ્ધ રચનાઓ અને પછીથી ગઝલ અને અછાંદસ રચનાઓ ભણી પણ વળ્યા છે. વતનના સંસ્મરણોનું આલેખન કરતી સ્મૃતિકથા ‘વનાંચલ’ નોંધપાત્ર છે. સાથે એમણે સમતોલ, ગંભીર અને વિવેકપૂર્ણ વિવેચના આપી છે.



વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.