ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : હીરાબેન પાઠક


હીરાબેન પાઠક  Hiraben Pathak

નવીન શું છે

પરિષદવૃત્ત : સમાચાર

પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન


પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..અહીંથી

બુક શોપ

પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી

કર્તા પરિચય:

હીરા રામનારાયણ પાઠક / હીરા કલ્યાણરાય મહેતા (૧૨-૪-૧૯૧૬): કવિ, વિવેચક. જન્મ વતન મુંબઈમાં. ૧૯૩૩માં મેટ્રિક. ૧૯૩૬માં મુખ્ય વિષય ગુજરાતી સાથે એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાંથી જી.એ. અને ૧૯૩૮માં ‘આપણું વિવેચન સાહિત્ય’ પર શોધનિબંધ લખી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. ૧૯૩૮થી ૧૯૭૨ સુધી મુંબઈની એસ.એન.ડી.ટી. કૉલેજમાં ગુજરાતીનાં અધ્યાપક. ૧૯૭૦-૭૧માં ‘ગુજરાતીનો અધ્યાપક સંઘ’નાં પ્રમુખ. ૧૯૭૧ની ગુજરાતી સાહિત્ય પરિષદમાં વિવેચનવિભાગનાં પ્રમુખ. ગુજરાતી સાહિત્ય પરિષદનાં કેટલાંક વર્ષ ઉપપ્રમુખ. ૧૯૭૪માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ‘પરલોકે પત્ર’ કાવ્યસંગ્રહ માટે ૧૯૬૮-૭૨નો નર્મદ સાહિત્યચંદ્રક. ૧૯૭૦-૭૧માં ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક.

કરુણપ્રશસ્તિકાવ્ય ‘પરલોકે પત્ર’ તેમ જ ગાંધીયુગ સુધી થયેલી ગુજરાતી વિવેચનપ્રવૃત્તિનો આલેખ આપતો વિવેચનગ્રંથ ‘આપણું વિવેચનસાહિત્ય’ નોંધપાત્ર છે.



વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.