ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : ગુલાબદાસ બ્રોકર


ગુલાબદાસ બ્રોકર  Gulabdas Broker

નવીન શું છે

પરિષદવૃત્ત : સમાચાર

પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન


પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..અહીંથી

બુક શોપ

પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી

કર્તા પરિચય:

ગુલાબદાસ હરજીવનદાસ બ્રોકર (૨૦-૯-૧૯૦૯): વાર્તાકાર, નાટ્યલેખક, પ્રવાસલેખક, વિવેચક, જીવનચરિત્રલેખક, સંપાદક. જન્મ પોરબંદરમાં. મુંબઈની ન્યુ ભરડા સ્કૂલમાંથી ૧૯૨૬માં મેટ્રિક. ૧૯૩૦માં એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી અંગ્રેજી-ગુજરાતી વિષયો સાથે બી.એ. ૧૯૩૩થી ૧૯૬૪ સુધી મુંબઈ શેરબજારમાં બ્રોકર તરીકે કામ કર્યું. ૧૯૪૦થી પી.ઈ.એન.ના સભ્ય. ૧૯૫૮-૧૯૬૦ દરમિયાન તેના માનદ મંત્રી, ખજાનચી. ૧૯૮૧માં સ્વૈચ્છિક નિવૃત્તિ. ૧૯૫૬માં સાહિત્ય અકાદમી, દિલ્હીમાં ગુજરાતીના સલાહકાર મંડળમાં. ૧૯૮૩થી તેની કારોબારીના સભ્ય. પી.ઈ.એન.ના ફ્રાન્કફુર્ટ (જર્મની) અધિવેશનમાં ભારતના પ્રતિનિધિ. ૧૯૬૨માં અમેરિકન સરકારના નિમંત્રણથી સ્ટડી મિશન્સ ઈન્ટરનેશનલમાં અમેરિકા ગયા. ૧૯૬૩માં જર્મન સરકાર(પશ્ચિમ)ના નિમંત્રણથી ત્યાં ગયા. ૧૯૬૮નો કુમારચંદ્રક પ્રાપ્ત. ૧૯૭૪-૭૫માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.

વાર્તાકાર તરીકે પ્રસિદ્ધિ પામેલા આ સર્જકે વિવેચન, સંપાદન, અનુવાદક્ષેત્રે પણ નોંધપાત્ર કાર્ય કર્યું છે. એમની વાર્તાસૃષ્ટિમાં એકતરફ મહાનગરનો વેપારીસમાજ નિરૂપાયો છે તો બીજી બાજુ દેહમનનાં ભરતીઓટ, લગ્નેતર સંબંધો, પ્રેમ, મોહ અને દાંપત્યનાં સૂક્ષ્મ-સંકુલ મનોભાવોનું નિરૂપણ થયું છે. પાત્રોના માનસિક સંચલનોને આલેખવાનું વલણ તેમની વાર્તાઓનો વિશેષ છે. ‘લતા શું બોલે?’ તેમની બહુચર્ચાયેલી ટૂંકી વાર્તા છે.



વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.