ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : ચુનીલાલ મડિયા
 
		બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી
| કર્તા પરિચય:ચુનીલાલ કાળિદાસ મડિયા  
		 (૧૨-૮-૧૯૨૨, ૯-૧૨-૧૯૬૮): નવલકથાકાર, નવલિકાકાર, નાટ્યકાર, વિવેચક, કવિ, સામયિક સંપાદક. જન્મ ધોરાજી (જિ.રાજકોટ)માં. ૧૯૩૯માં મેટ્રિક. ૧૯૪૫માં મુંબઈની સિડનહામ 
		 કૉલેજમાંથી બી.કોમ.  ૧૯૪૬માં ‘જન્મભૂમિ’, મુંબઈમાં. ૧૯૫૦માં ‘યુસીસ’, મુંબઈના ગુજરાતી વિભાગમાં. ૧૯૫૫માં અમેરિકા-પ્રવાસ. ૧૯૬૨માં ‘યુસીસ’થી નિવૃત્ત.
		  ૧૯૬૬થી ‘રુચિ’ સાહિત્યિક સામયિકનું પ્રકાશન. ૧૯૫૭નો રણજિતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક. હૃદયરોગથી અમદાવાદમાં અવસાન. |