ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : બચુભાઈ રાવત


બચુભાઈ રાવત  Bachubhai Ravat

નવીન શું છે

પરિષદવૃત્ત : સમાચાર

પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન


પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..અહીંથી

બુક શોપ

પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી

કર્તા પરિચય:

બચુભાઈ પોપટભાઈ રાવત (૨૭-૨-૧૮૯૮, ૧૨-૭-૧૯૮૦): સંપાદક, કલાવિવેચક. જન્મ અમદાવાદમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ગોંડલમાં. ૧૯૧૪માં ત્યાંથી જ મેટ્રિક. ૧૯૧૫થી ૧૯૧૯ સુધી સંગ્રામજી હાઈસ્કૂલ, ગોંડલમાં શિક્ષક. ૧૯૨૦-૨૧માં સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય સાથે સંલગ્ન. ૧૯૨૨-૨૩માં નવજીવન પ્રકાશનમંદિરમાં સંપાદન-પ્રકાશક સહાયક. ૧૯૨૪થી ૧૯૪૨ સુધી રવિશંકર રાવળ સાથે ‘કુમાર’ના સહતંત્રી. ૧૯૩૦માં બુધસભાની સ્થાપના. ૧૯૪૩થી ૧૯૮૦ સુધી ‘કુમાર’ના તંત્રી. ૧૯૫૩માં મુંબઈ રાજ્ય લિપિ સુધારણા સમિતિમાં કામગીરી. ૧૯૫૪માં જૂના મુંબઈ રાજ્યની વિધાનસભામાં ગવર્નર તરફથી છ વર્ષ માટે નિમણૂંક. પહેલી ગુજરાતી મુદ્રક પરિષદના પ્રમુખ. ૧૯૬૫માં સુરતમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના તેવીસમા અધિવેશનમાં પત્રકાર વિભાગના પ્રમુખ. ૧૯૬૮માં ઈંગલેન્ડ-અમેરિકાનો પ્રવાસ. ૧૯૪૮માં સામયિક પત્રકારત્વ ક્ષેત્રે સેવા બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૭૫માં પદ્મશ્રીનો ખિતાબ.

સક્રિય સાહિત્યિક સંપાદન અને પત્રકારત્વ દ્વારા ગાંધીયુગની સાહિત્યરુચિને સંસ્કારવામાં એમનું મૂલ્યવાન પ્રદાન છે. ‘ગુજરાતી ગ્રંથસ્થ ચિત્રકલા’માં કલાવિષયક લેખો અને કલાવિવેચન છે. ઉપરાંત એમણે ‘ગુજરાતી લિપિના નવા પરોઢનું નિર્માણ’ પુસ્તક પણ આપ્યું છે.વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.