નવાં પ્રકાશનો

૨૦૦૯નાં પ્રકાશનો

ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ:
(ઈ.સ.૧૧૫૦-૧૪૫૦)

ગ્રંથ:૧


પ્ર.આ. સંપાદકો:ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ, યશવંત શુક્લ, સહાયક સંપાદક: ચિમનલાલ ત્રિવેદી. બીજી આવૃત્તિ: શોધન-સંપાદન: રમણ સોની, પરામર્શક: ચિમનભાઈ ત્રિવેદી, પૃ.૧૪+૩૧૨, કિં.રૂ.૧૪૦/-, ડિમાઈ, પાકું પૂંઠું

ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી ઈ.સ.૧૯૭૩થી ઈ.સ.૧૯૮૧ દરમિયાન ગુજરાતી સાહિત્યના ઇતિહાસના ચાર ગ્રંથો પ્રગટ કરવામાં આવેલા. એ ચારેય ગ્રંથો ઈ.સ.૨૦૦૧થી ઈ.સ.૨૦૦૫ દરમિયાન સંવર્ધિત આવૃત્તિ રૂપે પુનર્મુદ્રિત થયા છે. ગુજરાતી સાહિત્યના ઇતિહાસનો પ્રથમ ગ્રંથ ઈ.સ.૨૦૦૬માં પુનર્મુદ્રિત થયેલો અને હાલ તે અપ્રાપ્ય હોવાથી તેનું ત્રીજું પુનર્મુદ્રણ કરવામાં આવે છે. આ ગ્રંથમાં ગુજરાતી સાહિત્યના મધ્યકાળ(ઈ.સ.૧૧૫૦થી ૧૪૫૦)નો ઇતિહાસ આલેખાયો છે. તેમાં ગુજરાતી ભાષાનો વિકાસ અને તેનાં વિધાયક પરિબળો તથા સાહિત્યિક પૂર્વપરંપરાનું આલેખન થયું છે. અભ્યાસીઓને આ ઇતિહાસગ્રંથો ઉપયોગી થઈ રહ્યા છે તેનો આનંદ છે.

ગ્રંથ:૨, ખંડ: ૧ (ઈ.સ.૧૪૫૦-૧૬૫૦)


પ્ર.આ. સંપાદકો:ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ, યશવંત શુક્લ, સહાયક સંપાદક: ચિમનલાલ ત્રિવેદી. બીજી આવૃત્તિ: શોધન-સંપાદન: રમણ સોની, પરામર્શક: ચિમનભાઈ ત્રિવેદી, પ્ર.આ., પૃ.૧૬+૪૯૨, કિં.રૂ.૨૦૦/-, ડિમાઈ, પાકું પૂંઠું

ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી ઈ.સ.૧૯૭૩થી ઈ.સ.૧૯૮૧ દરમિયાન ગુજરાતી સાહિત્યના ઇતિહાસના ચાર ગ્રંથો પ્રગટ કરવામાં આવેલા. એ ચારેય ગ્રંથો ઈ.સ.૨૦૦૧થી ઈ.સ.૨૦૦૫ દરમિયાન સંવર્ધિત આવૃત્તિ રૂપે પુનર્મુદ્રિત થયા છે. ગુજરાતી સાહિત્યના ઇતિહાસનો બીજા ગ્રંથનો પ્રથમ ખંડ ઈ.સ.૨૦૦૬માં પુનર્મુદ્રિત થયેલો અને હાલ તે અપ્રાપ્ય હોવાથી તેનું ત્રીજું પુનર્મુદ્રણ કરવામાં આવે છે. આ ગ્રંથમાં ગુજરાતી સાહિત્યના મધ્યકાળ(ઈ.સ.૧૪૫૦-૧૬૫૦)નો ઇતિહાસ આલેખાયો છે. તેમાં મધ્યકાળનાં સાહિત્યસ્વરૂપો, જૈન સાહિત્ય: ૧ , આદિભક્તિયુગના કવિઓ અને ભાલણથી અખા સુધીના ઇતિહાસનું આલેખન થયું છે. અભ્યાસીઓને આ ઇતિહાસગ્રંથો ઉપયોગી થઈ રહ્યા છે તેનો આનંદ છે.

ગ્રંથ:૨, ખંડ: ૨ (ઈ.સ.૧૬૫૦-૧૮૫૦)


પ્ર.આ. સંપાદકો:ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ, યશવંત શુક્લ, સહાયક સંપાદક: ચિમનલાલ ત્રિવેદી. બીજી આવૃત્તિ: શોધન-સંપાદન: રમણ સોની, પરામર્શક: ચિમનભાઈ ત્રિવેદી, પ્ર.આ., પૃ.૧૬+૩૯૫, કિં.રૂ.૧૭૦/-, ડિમાઈ, પાકું પૂંઠું

ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી ઈ.સ.૧૯૭૩થી ઈ.સ.૧૯૮૧ દરમિયાન ગુજરાતી સાહિત્યના ઇતિહાસના ચાર ગ્રંથો પ્રગટ કરવામાં આવેલા. એ ચારેય ગ્રંથો ઈ.સ.૨૦૦૧થી ઈ.સ.૨૦૦૫ દરમિયાન સંવર્ધિત આવૃત્તિ રૂપે પુનર્મુદ્રિત થયા છે. ગુજરાતી સાહિત્યના ઇતિહાસનો બીજા ગ્રંથનો પ્રથમ ખંડ ઈ.સ.૨૦૦૬માં પુનર્મુદ્રિત થયેલો અને હાલ તે અપ્રાપ્ય હોવાથી તેનું ત્રીજું પુનર્મુદ્રણ કરવામાં આવે છે. આ ગ્રંથમાં ગુજરાતી સાહિત્યના મધ્યકાળ(ઈ.સ.૧૬૫૦-૧૮૫૦)નો ઇતિહાસ આલેખાયો છે. તેમાં મધ્યકાળનાં સાહિત્યસ્વરૂપો, જૈન સાહિત્ય: ૨/૩, પ્રેમાનંદ અને તેના પુરોગામી આખ્યાનકારો, ઉત્તર પ્રેમાનંદ ગદ્ય અને પદ્ય સ્વરૂપ, શામળ, ભક્તિપદો, દયારામ અને સંત કવિતા ધારા, પારસી કવિઓ, ગદ્ય સાહિત્ય, લોકસાહિત્ય અને લોકનાટ્ય સુધીના ઇતિહાસનું આલેખન થયું છે. અભ્યાસીઓ અને સાહિત્યરસિકોને આ ગ્રંથો ઉપયોગી થશે.

 

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.