નવાં પ્રકાશનો

૨૦૦૯નાં પ્રકાશનો

ધોધમાર

રેણુકા એમ. પટેલ, પ્ર.આ.૨૦૦૯, ડિમાઈ, કાચું પૂંઠું, પૃ.૮+૧૧૨, કિં.રૂ.૭૦/-

શ્રી બી.કે.મજુમદાર શ્રેણી અંતર્ગત આ વાર્તાસંગ્રહ 'ધોધમાર' બાવીસમા મણકા રૂપે પ્રગટ થઈ રહ્યો છે. આ સંગ્રહના વાર્તાકાર રેણુકા એચ.પટેલે વાર્તાસર્જનનો આરંભ હિન્દી સામયિક 'સરિતા' દ્વારા યોજાયેલી વર્તાસ્પર્ધામાં પુરસ્કૃત થયેલી વાર્તાની પ્રેરણાથી કર્યો છે. એ પછી એમણે ગુજરાતીમાં વાર્તાલેખન આરંભ્યું અને ગુજરાતી સાહિત્યનાં વિવિધ સામયિકોમાં એમની વાર્તાઓ પ્રકાશિત થતી રહી છે. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા આયોજિત એનીબહેન સરૈયા વાર્તાસ્પર્ધામાં એમની વાર્તા 'હું: આલોક જોશી' પ્રથમ સ્થાને પુરસ્કૃત થઈ છે. નારીચેતનાના નિરૂપણમાં સક્રિય રસ દાખવનાર વાર્તાકાર રેણુકાબહેનનો આ પ્રથમ વાર્તાસંગ્રહ છે. એમની મોટાભાગની વાર્તાઓમાં સ્ત્રી કેન્દ્રસ્થાને રહી છે. 'હું આવું?', 'અનુનો ઓરડો', 'પોટલી', 'માનસપુત્રી', 'ગૃહપ્રવેશ' વગેરેમાં સ્ત્રી અને સ્ત્રી વચ્ચેના લાગણીભીના સંબંધોના તાણાવાણાની વાત છે. વાર્તારસિક વાચકોને આ સંગ્રહ દ્વારા વાર્તાવાચનનો આનંદ સાંપડશે એવી આશા છે.

 

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.