લેખ

ડિસેમ્બર - ૨૦૨૦

 

દ્વિદલ પર્ણ : લેખાંક-૪, ડિસેમ્બર ૨૦૨૦


​જન્મ 12-09-1940માં. જન્મસ્થળ માણસા, એમ.એ. (રાજ્યશાસ્ત્ર) વિષય સાથે, ગુજરાત યુનિવર્સિટી અમદાવાદમાંથી 1963માં. 1965થી 1971 સુધી એચ. કે. આર્ટ્સ કૉલેજ, અમદાવાદમાં અધ્યાપક, 1971થી લેખન સંપાદન તરફ વળે છે. એ સમયમાં ‘વિશ્વમાનવ’ના સંપાદક તથા ‘જ્ઞાનગંગોત્રી ગ્રંથશ્રેણી’ સંપાદનમાં ભોગીલાલ ગાંધી સાથે જોડાય છે. 1974માં લોક સ્વરાજ આંદોલનમાં જોડાયા. જનતા મોચામાં સક્રિય રહ્યા અને તેના સહમંત્રી બન્યા. કટોકટીની જાહેરાત પછી તેના લોકપ્રતિકારના આયોજનની એમની કાર્યભૂમિકા એમને મિસા હેઠળ અટકાયત સુધી ખેચી ગઈ. પુરા દસ મહિના વડોદરાની જેલમાં રહ્યાં.


​1954માં શારદામણિ દેવી શતાબ્દી નિમિત્તે ગુજરાત વ્યાપી શાલેય નિબંધસ્પર્ધામાં પ્રથમ. 1960માં મહાદેવ દેસાઈ વક્તૃત્વ સ્પર્ધામાં ગુજરાતમાં પ્રથમ. 1962માં ચીનના આક્રમણ સબબ સંરક્ષણ ફાળામાં મહાદેવ દેસાઈ સુવર્ણચંદ્રક. 1999માં યજ્ઞેશ હ. શુક્લ એવોર્ડ વલસાડ દ્વારા, 2003માં સુરત પત્રકાર સંઘનો એવોર્ડ. ગુજરાત પત્રકાર સંઘનો એવોડ. 2012માં ગૂજરાત વિદ્યાપીઠના આચાર્ય કૃપાલાની અધ્યયન કેન્દ્રમાં માનાર્હ નિયામક. 1990-1991માં ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી. 1999થી 2003 ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ 2021-2023 સુધી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.


​​પ્રકાશભાઈનો સંબંધ એક સ્વતંત્ર કતારલેખકનો છે. સમકાલીન, ગુજરાતમિત્ર, ગુજરાત ટુડે, દિવ્ય ભાસ્કરમાં તેમની કોલમો પ્રસિદ્ધ થઈ છે. 1993થી ‘નિરીક્ષક’ના તંત્રી. 1978-1990 જનસત્તા દૈનિકના તંત્રી ‘જયપ્રકાશ જેનું નામ’ (1977), ‘કૃપાલાની જન્મશતાબ્દી’ નિમિત્તે પરિચય પુસ્તિકા (1990), ‘વસંત રજબ’ (2006) જેવી પરિચય પુસ્તિકાઓ તેમણે આપી છે.


- શ્રી પ્રકાશ ન. શાહ



આર્કાઈવ્ઝ

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.