વાચનકક્ષ આર્કાઈવ્ઝ

પદ્ય

પદ્ય: કારણ - ચિનુ મોદી



કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો,
એ જ ઇચ્છા છે, હવે એ પણ ન હો.
કોઈનામાં પણ મને શ્રદ્ધા નથી,
કોઈની શ્રદ્ધાનું હું કારણ ન હો.
ઝાંઝવાં હરણાં થઈ દોડી ગયાં,
ને હરણને દોડવાને રણ ન હો.
આંધળો વાયુ થઈ ભટક્યા કરું,
જો ફૂલોને એની અકળામણ ન હો.
આપમેળે બંધ દરવાજા થશે.
મોત માટે કોઈ પણ કારણ ન હો.

(ક્ષણોના મહેલમાં, ૧૯૭૨, પૃ. ૬)


(પરબ : એપ્રિલ-૨૦૧૭)

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.