ઈ-ન્યુઝલેટર | # ૧ - ફેબ્રુઆરી ૨૦૧૬

ભાષાસજ્જતા અભ્યાસક્રમ: ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત કલા સ્વાધ્યાય મંદિર અને માતૃભાષા સંવર્ધન કેન્દ્રના ઉપક્રમે ચાલતા ‘ભાષાસજ્જતા પ્રમાણપત્ર અભ્યાસક્રમ’નું ઉમિયા આટ્‌ર્સ એન્ડ કૉમર્સ કૉલેજ ફૉર ગર્લ્સ, અમદાવાદ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૧૯-૧-૨૦૧૬થી તા. ૩૦-૧-૨૦૧૬ સુધી ચાલેલા આ ૧૦ દિવસીય અભ્યાસક્રમમાં ગુજરાતીની વિદ્યાર્થિનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ગુજરાતી ભાષા વ્યાકરણને કેન્દ્રમાં રાખીને ભાષાકૌશલો, અનુશ્વાર, જોડણી, વિરામચિહ્નો, શબ્દઘડતર, વ્યાક્ય રચના અને વાક્યના પ્રકારો, લેખનપદ્ધતિ જેવા વિષયો ઉપર વિવિધ વિદ્વાનોએ વક્તવ્યો આપ્યાં હતાં. ૧૯ તા. ઉદ્‌ઘાટન બેઠકમાં શ્રી પ્રફુલ્લ રાવલે પરિષદ પ્રવૃત્તિઓનો પરિચય, શ્રી રતિલાલ બોરીસાગરે માતૃભાષાનું મહત્ત્વ, શ્રી પારુલ કંર્દપ દેસાઈએ અભ્યાસક્રમની ભૂમિકા આપી હતી.


લાભશંકર ઠાકર (૧૪-૧-૧૯૩૫ થી ૬-૧-૨૦૧૬) - ઉત્કટ ચેતનાનો કવિઅવાજ લાભશંકર જાદવજી ઠાકરનો જન્મ ૧૪-૧-૧૯૩૫ના રોજ સેડલા (જિ. સુરેન્દ્રનગર) ગામે. માતા પ્રભાવતી શિશુ લાભશંકરને ધાવણની જેમ લય પાતા રહેલાં. ગળામાં મીઠાશ ને હલકથી ગાતાં – લાભશંકરને ઘોડિયામાં સુવાડતાં, પરોઢિયે ઘંટી દળતાં, શિશુ લાભશંકરની પાંથીએ–પાંથીએ તર્જની ફેરવતાં... માતાએ લાભશંકરને ગીતોનું, લયનું એવું અમૃત પાયું કે એમની યજ્ઞોપવીત વખતે નમેલા માથા પર અસ્તરો ફરતો હોય ત્યારેય તેઓ તલ્લીન હોય એ પ્રસંગે ગવાતાં ગીતોમાં... જીવનભર તેઓ નિજાનંદમાં લીન, લયલીન રહ્યા... ‘મારી બા’માં એમણે નોંધ્યું છે : ‘મારી શબ્દચેતના, લયચેતના, કાવ્યચેતના પણ માની દેણગી છે.' શાળામાં હતા ત્યારથી તેઓ હાથખરચીના પૈસામાંથી ‘ગુજરી’માંથી ......

વધુ ...


અભિનંદન: શ્રી રઘુવીર ચૌધરીને જ્ઞાનપીઠ એવૉર્ડ

પરબ - નવીન અંક ડાઉનલોડ કરી શકાશે.





આપના પ્રતિભાવ સ્વીકાર્ય છે. 
Feb01-16:This e-newsletter is published for Gujarati Sahitya Parishad and it can be viewed online from here

ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.    
e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad