નવાં પ્રકાશનો

૨૦૦૮નાં પ્રકાશનો

ઓળખ્યાં એવાં આલેખ્યાં

મુનિકુમાર પંડ્યા, પ્ર.આ.૨૦૦૭, પૃ.૮+૧૫૯, કિં.રૂ.૭૫/-, ડિમાઈ, કાચું પૂંઠું

મુનિકુમાર પંડ્યા આપણા વાર્તાકાર અને ચરિત્રલેખક છે. તેમની કૃતિઓ વિવિધ સાહિત્યિક સામયિકોમાં પ્રગટ થતી રહી છે. 'ઓળખ્યાં એવાં આલેખ્યાં'નાં ચરિત્રોની રેખાઓ લેખકે ઝીણવટપૂર્વક ઉપસાવી છે. વળી, પ્રશ્નોરા જ્ઞાતિની લાક્ષણિકતા - નર્મ-મર્મભરી વાણી - આ ચરિત્રોના આલેખનમાં પ્રગટ થાય છે. કાઠિયાવાડી બોલીનો લહેકો અહીં સરસ રીતે ઝિલાયો છે. ચરિત્ર આલેખન સર્જકની કલમ ધ્યાનાકર્ષક છે. લેખક કહે છે: 'અહીં મુકાયેલાં મોટાભાગના ચરિત્રનિબંધો પ્રત્યક્ષ પરિચયમાંથી લખાયાં છે. સાહિત્યસર્જકોનાં ચરિત્રોમાં એમનાં લખાણોનો આધાર પણ લીધો છે.' આશા છે, આ ચરિત્રો ભાવકોને ગમશે.

 

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.