ઈ-ન્યુઝલેટર | # ૧ - ઑગસ્ટ ૨૦૧૩

આગામી કાર્યક્રમો - ઑગસ્ટ ૨૦૧૩

તા.૫-૮; સાહિત્યસિદ્ધાંત વ્યાખ્યાનશ્રેણી-૨: ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક. લા. સ્વાધ્યાયમંદિર અંતર્ગત સાહિત્યસિદ્ધાંત વ્યાખ્યાનશ્રેણી-૨નું આયોજન કર્યું છે. વિષય:અનુસંરચનાવાદ પછી; વક્તા: ડૉ.બાબુ સુથાર; તા.૫-૮-૨૦૧૩; સાંજે ૫ થી ૬.૩૦; સ્થળ: ગોવર્ધનસ્મૃતિમંદિર, ગુજરાતી સાહિત્ય પરિષદ

તા.૭-૮; પૂર્વપ્રમુખ શ્રી ભોળાભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન થયું છે. ભૂમિકા:નીતિન વડગામા; અક્ષરશ:ઉમાશંકર: શિરીષ પંચાલ; ભોળાભાઈ સાથે મુલાકાત: યજ્ઞેશ દવે; અધ્યક્ષ: રઘુવીર ચૌધરી; આભારદર્શન: પ્રફુલ્લ રાવલ; સંચાલન: બિન્દુ ભટ્ટ.

વિશ્વ કવિતા કેન્દ્ર: તા.૭,૧૪,૨૧,૨૮ -ઑગસ્ટ- ૨૦૧૩, બુધવાર, સાંજે ૭-૦૦ કલાકે બુધસભા.


'પરબ'નો આંશિક જુલાઈ અંક વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે. જેને .pdf ફૉરમેટમાં વિનામૂલ્ય ડાઉનલોડ કરી શકાશે.

આગામી પ્રમુખ: શ્રી ધીરુભાઈ પરીખ



ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૦૧૪-૧૫ના વર્ષ માટેના પ્રમુખ તરીકે 'કુમાર', 'કવિલોક'ના તંત્રી અને કવિ-વિવેચક, ચરિત્રકાર ને પૌર્વાત્ય-પાશ્ચાત્ય સાહિત્યના અભ્યાસી શ્રી ધીરુભાઈ પરીખની વરણી થઈ છે. તા.૨૪/૨૫/૨૬ ડિસેમ્બર-૨૦૧૩માં આણંદમાં યોજાનારા અધિવેશનમાં વર્તમાન પ્રમુખ શ્રી વર્ષા અડાલજા પાસેથી તેઓ કાર્યભાર સંભાળશે.

પ્રૂફવાચન પ્રમાણપત્ર અભ્યાસક્રમ

વર્તમાન સમયમાં મુદ્રણ માધ્યમનો વ્યાપ વધ્યો છે અને તે ક્ષેત્રે રોજગારીની વિપુલ તકો ઊભી થઈ છે, તે સાથે જ મુદ્રિત સામગ્રી માન્યભાષા સ્વરૂપે વાચકો સમક્ષ આવે તે આવશ્યક છે. ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત 'ભોળાભાઈ પટેલ માતૃભાષા સંવર્ધન કેન્દ્ર' તથા ક.લા.સ્વાધ્યાયમંદિર દ્વારા સાંપ્રત સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખી 'પ્રૂફવાચન પ્રમાણપત્ર અભ્યાસક્રમ' શરૂ કરવાનું આયોજન કરેલ છે. આગામી સપ્ટેમ્બર માસની બીજી તારીખથી ૩૦ સપ્ટેમ્બર, અઠવાડિયાના ૫ દિવસ, સોમવારથી શુક્રવાર સાંજે ૫ થી ૬.૩૦ કલાકે પ્રથમ બેચ શરૂ થઈ રહી છે.

આ અભ્યાસક્રમમાં ગુજરાતી ભાષાનું પાયાનું વ્યાકરણ, જોડણી, વિરામચિહ્નો, અનુસ્વાર, પ્રૂફવાચનનાં ચિહ્નો ઉપરાંત કોમ્પ્યુટર અને છપાઈ, ગુજરાતી ફોન્ટ્સની જાણકારી તેમ જ પ્રૂફવાચનમાં અદ્યતન સાધનોના ઉપયોગ અંગે વિવિધ વિષયના તજજ્ઞો વ્યાખ્યાન આપશે. વીસ દિવસના અભ્યાસક્રમના અંતે પરીક્ષા લઈ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. આ અભ્યાસક્રમની ફી રૂ.૫૦૦ રાખેલ છે. આ કાર્યક્રમમાં જોડાવાથી વ્યવસાયિક કારકિર્દીમાં ઉપયોગ થશે તેવી અમને શ્રદ્ધા છે.

પ્રવેશપત્ર મોકલવાની તારીખ ૧૫ ઑગસ્ટ ૨૦૧૩ છે.
અહીંથી પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકાશે.

નામનોંધણી તથા વધુ માહિતી માટે સંપર્ક:
કાર્યાલય: (૦૭૯) ૨૬૫૮૭૯૪૭ / ૨૬૫૭૬૩૭૧
ઈમેલ: gspamd@vsnl.net / gspamd@vsnl.net

બુધસભા:
સદગત બચુભાઈ રાવતના જન્મદિને અને બુધસભાના એક્યાસીમા વર્ષપ્રવેશ નિમિત્તે
તા.૨૭-૨-૨૦૧૩ના રોજ મળેલી
બુધસભા: ભાગ - ૧

સાહિત્ય પર વિડિયો

આપના પ્રતિભાવ સ્વીકાર્ય છે. 
Aug01-13:This e-newsletter is published for Gujarati Sahitya Parishad and it can be viewed online from here

ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.    
e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad